અતિ મોડું

કલાપીનો કેકારવ

અતિ મોડું મોડું વદન તુજ 'ચાહું' કહી શક્યુંઅને મ્હારું હૈયું સમજી નવ વ્હેલું કંઈ શક્યું;હતી તું તો શિષ્યા, રમતમય એ ચાલ તુજ સૌ,અહો! કોડે હેતે હૃદય મમ એ લાડ પૂરતું.

મને - ના જાણ્યું કે - હૃદયરસભોક્તા કરીશ તું,તને જે અર્પેલું પીયૂષ મુજને તે દઈશ તું;ન જાણ્યું મેં ત્‍હારો મમ હૃદય આલમ્બ બનશે,ન જાણ્યું કે પ્યાલું તુજ જિગરનું આમ ઢળશે.

ચહાઈ મોડી ને અરર! દિલ વ્હેલું વશ કર્યું,વિના વિચારે કૈં વળી જિગર તેં અર્પી જ દીધું!ઘવાયેલું શલ્યે મમ દિલ વળી અન્ય દિલનું,તહીં બંધાયેલું દઢ ફરજબન્ધે ગરીબડું.

તને ચાહું કિન્તુ મુજ પ્રણય તું જોઈશ નહીં,અરે! મૃત્યુ વેળા નયન તુજ હું ચાંપીશ નહીં!તને આવે કષ્ટો - મુજ દિલ ન આ ઢાલ બનશે!તને છોડી દેવા હૃદય મમ યત્ન આ કરશે!

અરે! મ્હારી સ્થિતિ અનુકૂળ નહીં પ્રેમ કરવા,સ્થિતિમાં જન્તુ તે જન સ્થિતિ ન પામે પલટવા;વિના ઇચ્છા! રે! રે મુજ જિગર તો ક્રૂર બનશે!અરે! એ ચીરાતાં તુજ જિગર તો ચીરી જ જશે!

પ્રિયે! હું જેનો તે કદિ ત્યજી મને સ્વર્ગ વસશે -કદી છૂટી તૂટી મુજ હૃદયનું પિંજર જશે;અરે! બન્ધાઈ તે પણ નવ ઉડે પાંખ કદિ એ,નહીં આ પંખી તો ક્ષણ જીવી શકે પિંજર જતે.

અરે! રો ના! રો ના! પણ નહિ રડે તો કરીશ શું?હવે તો રોવું એ તુજ હૃદયનું એક જ રહ્યું!અરે! મ્હારે તો એ રુદન પણ મીઠું નવ મળે!અરે! હૈયું રોતાં મુખ હસવવું એ જ ફરજે!

મને મોડું મોડું મરણ પછી તું અમૃત મળ્યું,ઉઠાડી ના કો દી મરણવશને અમૃત શક્યું;અરે! ઢોળાયું એ, ઢળી જઈ ભળ્યું છેક જ ધૂળે,પ્રભુની એ ઇચ્છા! અનુકૂલ પડે વા નવ પડે!

સખિ! ત્‍હારે માટે જીવીશ ફરી હું આ જગતમાં,શીખો આ ફેરે તો સહવું વિધિની આ રમતમાં;અહો! એ ઇચ્છાથી તુજ સહ ફરી જન્મીશ નકી,તને ત્યારે, વ્હાલી! હૃદયરસ હું અર્પીશ નકી.

પ્રવાસે આ ચાલ્યો જીવ અનુભવી જ્યારથી થવા,મળ્યું આવું મીઠું સહન કરવું ના કદિ હશે;ફકીરી ત્‍હારી ને મધુર મુજ આ કેદ ગણજે,લગાવી લેજે તું જગત સહુની ખાક જિગરે.

ફરી જન્મી સાથે હૃદય મુજ હું અર્પીશ તને,પ્રવાસે કૈં તેથી જરૂર વધુ વેળા થઈ જશે;

અરે! વ્હાલી! વ્હાલી! પ્રણયરસ કિન્તુ મધુર છે,કયું તેને માટે હૃદય સુખથી ના અટકશે?

પ્રવાસીને વીત્યા કંઈ યુગ, યુગો કૈં વહી જશે,નકી તેમાં એવો સમય મધુરો એક જ હશે;ત્વરા છે ના કાંઈ કુદરત પીવાડે પીયૂષ જો,ભલે લાખો જન્મો પ્રણયરસમાં એમ વહજો.

પ્રિયે! આ આશાથી તુજ નયન તો પિગળી વહે,પ્રિયે! આ આશા તો તુજ હૃદયને ક્રૂર જ દિસે!ન તેં વિચારેલું કદિ પણ હતું કાલનું, સખિ!અરે! આ આશાથી ક્યમ સુખી બને તે દિલ? સખિ!

નિરાશામાં, બ્‍હેની! જીવિત ક્યમ ત્‍હારૂં પુરૂં થશે?અને ત્‍હારી પીડા મુજ નયન શે જોઈ શકશે?રહ્યું જોવું, રોવું, સ્મરણ કરી ગાવું કદિ કદિ!કભાવે ભાવે એ સહવી પણ ઇચ્છા પ્રભુ તણી!

Comentarios

Cargando comentarios…