અર્પણપાત્ર
કલાપીનો કેકારવ
દેવિ! મ્હારા હૃદયરસની લ્હેરીઓથી ગળીનેદેવિ! ત્હારા હૃદય ઉદધિઊર્મિઓમાં મળી જે,દેવિ! મ્હારી હૃદયસરિતા ગાય તે કાંઈ મીઠું,ઓહો! એ તો તુજ હૃદયના તાનનું ગાન,દેવિ!
વ્હાલી! તેની ઉપર કરજે કાંઈ દૄષ્ટિપ્રસાદ,ઝીલી લેજે હૃદય ઝીલતાં સ્નેહનું અશ્રુ, વ્હાલી!મ્હારી પાસ તુજ હૃદયને અર્પવા અશ્રુ માત્ર,અર્પ્યું, વ્હાલી! જીવિત ગણજે અર્પતાં અશ્રુ એક.
આ હૈયું, આ શરીર પ્રભુએ આંસુડાંનું ઘડ્યું છે!દેવિ! તેને તુજ હૃદયનું પાત્ર કેવું મળ્યું છે!વ્હાલી! વ્હાલું તુજ જિગરને આંસુડું આ થયું છે!ભક્તિ, પ્રીતિ, હૃદયરસ ને ઐક્ય જેમાં ભર્યું છે.
Comentarios
Cargando comentarios…