અશ્રુસ્થાન

કલાપીનો કેકારવ

ના પાડ હે મન અરે! કદિ પ્રેમબિંદુ:ના ઢોળ હે મન! અરે! કદિ પ્રેમસિન્ધુ:ના રેડ અમૃતઝરો કદિ પ્રેમઇન્દુ:નીચોવ ના રસભર્યું કદિ પ્રેમલીંબુ :

નિઃશ્વાસ અશ્રુ દપટી ધર ધીર સ્નેહી:ના રોળ ક્ષારભૂમિમાં ફૂલડાં સુપ્રેમી:હૈયે દબાય કદિ જો કૂમળું સુહૈયું,રો રો ભલે ટપકતે નયને પછી તું!

રોવા ભલે વિજન કો’ કહિં સ્થાન શોધી:આંસુ ભલે વિખરતાં રડતાં સુમોતી:જા જંગલે નિડર તું પડ વૃક્ષ ખોળે,આંસુઝરો જલઝરે જ વરાળ બોળે!⁠૧૩-૧૨-’૯૨

Comentarios

Cargando comentarios…