ઉંઘ લે તું નિરાંતે

કલાપીનો કેકારવ

સૂ નિરાંતે ! ગડગડ થવા સિન્ધુને ટેવ જૂની !એની ભાષા સમજી ન શક્યો કોઈ એ છે ખલાસી;તોફાનો આ પ્રણય રચતા વ્હાણની સાથ છો ને !સૂ નિરાંતે ! રમત કરતાં કોઈ જીતે: પડે છે !

સૂ નિરાંતે ! મગર તરતાં આવડે કૈં ત્હને છે ?તે શીખેલું નવ ભૂલી શકે, ઊંઘ ક્યાંથી નીરાંતે !ભૂલી જા કે હજુ વધુ જરા મ્હાવરો તું કરી લે ?વા પી પ્યાલો હરિ હરિ કરી, ઊંઘ લે તું નિરાંતે.

Comentarios

Cargando comentarios…