એકલો બોલ
કલાપીનો કેકારવ
'ચાહું છું,' બાલે ! તું કહે છે !તો કાં આંખ મહીં ના એ છે ?ના કાં એ ગાલે છે રમતું !ખેલાડી પેલું ? આનન્દી પેલું ?
મ્હારામાં - એકજમાં - ત્હારોહૈયે હોત ઠલાવ્યો ભારો:તો - તો વ્હાલી બાલે !આવી કંગાલી શાને ?શાને દેવાતે ભાલે ?
જ્યાં જ્યાં ભેટો થાતો, બાલે !ત્યાં આ રક્ત ઉછાળે ચાલે !થંડું ત્યાં ત્હારૂં તો ભાલેપ્રેમે ઉત્તર શો ?
બોલ એકલો જ તુજ દિલ ખોલે !મ્હારૂં નામ મૃદુ શી બોલે !ત્હો યે આ ઉરના જુસ્સા નાતવ હૈયું ફોલે !બાલે ! તવ હૈયું ફોલે !
જોને - પરવાળાં ત્હારાં એઆ ઓષ્ઠે કો દી શાનાં આવે !ત્હોયે હિમભર્યા સિન્ધુનીશરદી કાં લાવે ?બાલે ! શરદી કાં લાવે ?
શબ્દ માત્ર શું હું જેવાને ?
બોલેલા તું જેવીના એ !પ્રીતિ શી ? જે ના છે ગાલે -ભાલે કે ચાલે !
રાતે સપને તું આવે છે:ત્યાં તો કૈં જૂદું લવે છે !કમ્પે કમ્પ, સ્મિતે સ્મિત, બાલે !સપનાં તો મ્હાલે !
સપનાં તો સપનાં સપનાં છે !જાગી જોતાં શા ખપનાં છે ?ભેટન્તાં અહિંયાં તો બાથેપ્રતિમા આરસની !
બાલે ! આ હૈયે ચમ્પાતાં -જો તુંને સુખભાન કશું ના,તો તું ડાહી હોશે !તો તું સુન્દર હોશે !નિત્યે નિર્મલ હોશે-કિન્તુ પ્રીતિ ક્યાં ?
Comentarios
Cargando comentarios…