એક ઇચ્છા
કલાપીનો કેકારવ
પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુએ બહુગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,કઠિન ન બનો છતાં હ્રદય એ જ ઇચ્છું, પ્રભુ !
પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,અનન્ત ભભુકા દહે , દહો,ગળું છું સુખે !ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,કઠિન બનજો નહીં હ્રદય, એ જ ઈચ્છું પ્રભુ !
બહુ ય રસ છે મને, હ્રદય છે હજુ તો, અહો !અરે ! હ્રદય જો ગયું , રસ ગયો પછી તો બધો;ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,કઠિન ન બનો કદી હ્રદય એ જ ઈચ્છું, પ્રભુ !
Comentarios
Cargando comentarios…