એક ચિન્તા
કલાપીનો કેકારવ
શયનો ફુલનાં કરમાઈ ગયાં!અનિલો સુરભિ સહુ લેઈ ગયાં!અહ ! કંટકની જ બિછાત રહી!બસ કંટકની સહુ વાત રહી!
અમી-નિર્ગળતું ઝરણું અટક્યું!વિષનો પરિવાહ વહ્યો જ પ્રભુ!સઘળા પલટાય સહાઈ ગયા!ભવ એક મહીં ભવ લાખ થયા!
મુજ નેત્ર તણું સહુ હીર બળ્યું!મુજ વ્યર્થ ગયું સઘળું ગણવું!પણ એ નયનો, મૃદુ એ નયનો,હજુ શું રડતાં જ હશે નયનો?
Comentarios
Cargando comentarios…