એક પ્રશ્ન
કલાપીનો કેકારવ
કહ્યું છે મેં વ્હાલી ! બહુ વખત આ એક જ ત્હને,'ત્હને ચાહે તેથી અધિક મુજ ત્યાં આ દિલ હશે;'કહેશે તું 'રે રે ! પ્રણય પલટે તે પ્રણય ના.'અરે ! કિન્તુ શાને પ્રણય પલટે તે પ્રણય ના ?
ન શું તેં જોએલી શશી પછી રવિની ઝળક તે ?ન શું ગ્રીષ્માન્તે એ અનિલલહરી શીતલ બને ?ન શું તું જાણે કે કુદરત બધી યે પલટતી ?પછી આ હૈયાને કદિ પલટવાં કાં હક નહીં ?
મળાયું ત્યાં સુધી તુજ જિગર સાથે મળી રહ્યો,સદા ચ્હાવાનું તો વચન નવ કોઈ દઈ શક્યો;હવે ત્હારા ઝોંટા મુજ હૃદય ના ના સહી શકે,હવે અન્તે એથી અરર ! મુજ ધિક્કાર મળશે.
'ન ચાહે તે તુંને' કહીશ નહિ એવું કદિ મ્હને,અરે ! ભોળી વ્હાલી ! પ્રણય નકી જાણે પ્રણયને,ભલા - કેવી પ્રીતિ તુજ હૃદયની છે મુજ પરે ?દયા ત્હારી શું છે મુજ જિગરના આ દુઃખ પરે ?
લઉં છું હું નિદ્રા સ્મરણ કરતાં એ વદનનુંઅને સ્વપ્ને જોઉં સ્મિતભર સદા એ જ મુખડું;પ્રભાતે ચુમ્બીને 'પ્રિયતમ ઉઠો !' એમ વદતાં,થયેલું કૈં કો દી તુજ હૃદયને છે દુઃખ ભલા ?
Comentarios
Cargando comentarios…