એક પ્રેમ
કલાપીનો કેકારવ
હકીમ કે તબીબની તલબ નથી મને!નફસની પરવા નથી: ન ઇશ્કની મને!
માશૂક નથી મિસ્કીન છું: જહાંગીર છું મને!ખલ્કની તમા નથી: સુલતાન છું મને!
પરિવાર મ્હારો હું જ છું: મસ્તાન છું મને!બેઝાર હું આજે ફરું: ગુલતાન છું મને!
પ્રેમગુલ ચૂમ્યાં ઘણાં: ખાર ભોંકાયા મને!દફે-ખૂન દિલ દર્દ-કર્તા દસ્ત લાધ્યું ના મને!
સખા જોયા મેં ઘણા: સખી જોઈ એક મેં!ઉમેદ બર આવી નહીં: શું કહું ખાલેક નેકને!
દ્વૈતપ્રેમી જે હતો અદ્વૈતપ્રેમી હું થયો!બ્રહ્માંડ મ્હારું: બ્રહ્મ મ્હારું: બ્રહ્મવાદી હું થયો!૧૪-૧૨-’૯૨
Comentarios
Cargando comentarios…