એક ભલામણ
કલાપીનો કેકારવ
મુજને પણ ચાહતી કો દી ! પ્રિયે !દિલ શું પણ ચાંપતી કો દી ! પ્રિયે !રડતી દુખડાં પણ કો દી ! પ્રિયે !સુણતી કવિતા પણ કો દી ! પ્રિયે !
કંઈ બોલ કીધો!કંઈ કોલ લીધો!
સ્મૃતિએ પણ એ ચડશે ન ! પ્રિયે !અહ ! વીતી ગઈ ભૂલવી જ ! પ્રિયે !નવી વાત હવે ગમતી થઈ તો, નવીવાત હવે ગમશે જ ! પ્રિયે !
દુ:ખ દૂર રહો !સુખમાં વિહરો !
પ્રભુ રાજી રહો તુજ પ્રેમ પરે ! બહુમાણ અનંત યુગો તું પ્રિયે !મુજને સુણ કે સ્મ તું ન ! પ્રિયે !પણ વાત કંઈ વદવી તુજને !
ખીજશે કદિ તું !હસશે કદિ તું !
પણ એ પણ ઠીક જ છે મુજને !મુજથી પણ સૌ દુ:ખ દૂર વસે !તુજ પ્રીતમને હ્રદયે વસતાં, હસતાંરમતાં બહુ કાલ જતાં,
કંઈ એ કરતાંહરિકોષ થતાં,
તુજ રૂપ વિરૂપ સહુ બનતાં , પિયુનોસહુ પ્રેમ કમી જ થતાં,અહ ! કાંઈ કહે કટુ એ તુજને, મુજપ્રેમ તણી કંઈ વાત કરે.
તુજ દિલ બળે,દુખડાં ઉપડે,
પિયુ એ ત્યજીને કદી દૂર પળે,જગમાં નવ કોઈ સહાય રહે,અહ ! તો પણ ના રડજે તું, પ્રિયે!તુજ ભાઈની ઝૂંપલડી સ્મરજે!
રમણિ ! રમણિ !ભગિની ! ભગિની !
મુજ ઝૂંપડીમાં સુખ સૌ મળશે,દુઃખડાં તુજ જ્યાં સુણનાર વસે;પ્રભુ રાજી રહો તુજ પ્રેમ પરે, બહુમાણ અનંત યુગો તું પ્રિયે!
Comentarios
Cargando comentarios…