એ રસીલું
કલાપીનો કેકારવ
એ મુજ ભવનો સાર રસીલું ! એ મુજ નેત્ર રસાલ !મોતીડે મોતીડે રસ રસ એ આ ઉરનો હાર !રસીલું એ મુજ નેત્ર રસાલ !
ભાવ ભર્યો મુજ ચન્દ્ર પ્રકાશિતસ્નેહસુધા મુજ ચેતનનું ચિત્ત,
ક્યાં દે તે દાતાર ?અરેરે !ક્યાં છે એ આકાર ?
જોવાનું ચાલ્યું ગયું ! આંખ રહી તે જાય !કામ વિનાનું કોઈથી કેમ આંહીં રહેવાય ?
આંખથી કેમ રાન રહેવાય ?ગયેલું કેમ ગયેલ મનાય ?હૃદયનું છેક લગાડ્યું તાન !હૃદય આ ચાલ્યું છૂટી ભાન !
રસીલું હવે કેમ વીસરાય !તે વિણ કેમ હલાય ચલાય !
એ વિણ જગ અન્ધાર ! અરેરે ! એ વિણ જીવિત ભાર !એ વિણ વિશ્વ તણું કટુ ગાયન, ગાયન સહુ બેતાલ !અરેરે ! એ વિણ શું મુજ હાલ ?
હાલ વિના થઇ આ મુજ હાલત !આ દુનિયા મહીં ક્યાં મુજ દોલત !
ખોયાં મૂડી માલ !રહી છેએ જ ગરીબી બાલ !
બાલક ખેલ ઉડી ગયા ! વૃધ્ધા અન્ધ જણાય !વચમાં કાંઇ મિષ્ટ તે આ અનુભવની બહાર !
હતું પણ ચટકું મધુરૂં એક !સ્પર્શતાં સળગી ઉઠ્યું છેક !ગઇ તે ઝાંય ! ગયું તે નૂર !રહ્યું ના એક બિન્દુ ! હતું પૂર !
રહી આખર આ એક જ હાય !કાળજા મહીં રહી કોરાય !
ખેંચાતાં જ રહી શકે આ બ્રહ્માંડ અપાર !ખેંચાવાનું ના મને ! ના કર કો દેનાર !
જ્યાં હું ત્યાં મુજ જહાજ ડૂબે છે ! જ્યાં હું ત્યાં આ આજ !નિત્ય હમારી એ જ હકીકત ! એ જ ગુલામી તાજ !ડૂબે ને એ જ ડૂબે ફરી જહાજ !
Comentarios
Cargando comentarios…