કટુ પ્રેમ

કલાપીનો કેકારવ

અશ્રુ હવે નયનનાં નયને જજો હો !નિ:શ્વાસ આ હૃદયના હૃદયે રહો હો !આશા બધી દિલ તણી દિલ ત્યાગજો હો !આનન્દ આ નદ તળે જલમાં પડો હો !

આસક્ત આ હૃદય ક્રૂર વિરક્ત તે હા !હૈયું કઠોર પ્રિયનું: કુમળું અરે આ !આ પુષ્પ, એ બરફનો કટકો ખરો છે :આ યોગ એ વિધિબલે નિરમ્યો અરેરે !

શૂળી પરે પણ પ્રિયા પલ ના વિસારું,મ્હારી ગણી તન મને સમ પ્રાણ જાણું;તે તો ન કિન્તુ સમજી મમ શાન્ત ચિન્તા !આયુ વહ્યું વહી જશે કટુ પ્રેમ પીતાં !

પીયૂષ આ છલકતું છલક્યું ઢળ્યું ત્યાં,આ સ્નેહશીત લહરી લપટી પડી ત્યાં;ત્યાં તો હલાહલ રહ્યું મુજ આશસ્થાને,જ્યાં સ્વચ્છ પ્રીતિ મુજ મૃત્યુ સુધી વિરામે !

Comentarios

Cargando comentarios…