કાશ્મીરમાં વિયોગ

કલાપીનો કેકારવ

વાદળે જળે ભરેલે આવી વીંધ્યા ડુંગરોને,કોતરોની માંહીંથી પાણી વહે છે તે થકી:વાદળું વિયોગનું ભર્યું આ આવ્યું મન પર,અશ્રુધારા વહે દિનરાત ચક્ષુ માંહીંથી,

વિજળીનો કડેડાટ તોડી પાડે શિખરોને,વિરહનો માર છેદે હ્રદયના મર્મને;

વૃક્ષના ઘસારા થકી પર્વતોમાં આગ બળે,શશાંક સમીર થકી દિલ ખાખ થાય છે.

છરેરા ને ખીણ બધાં છાઈ ગયાં ઘાસ વડે,ઝૂકી રહી હાર, ઝાડ, વેલી પર પુષ્પની;કામથી રોમાંચ વાર વાર થાય શરીરમાં,થર થર ધ્રુજે દેહ મદનપીડા થકી.

બરફના કણ ઘણા ચોટી રહ્યા ટોચ પરજીગરમાં પડ્યાં કાણાં મનોજનાં શરથી;દિસતો સૂરજ નથી, અંધકારમાં વ્યાપી ગયો,જીવ કેમ જતો નથી શરીરની મહીંથી?

Comentarios

Cargando comentarios…