ક્યમ પ્રેમ ગયો?
કલાપીનો કેકારવ
ક્યમ પ્રેમ ગયો ? ક્યમ પ્રેમ ગયો ?ક્યમ પ્રેમ ગયો પ્રિયનો સઘળો ?
વદને ન કશો ય વિકાર થયો !હસતાં ત્યમ તે હસતાં નયનો !મળતાં ન કશો ય વિરાગ જડ્યો !હૃદયે ધબકાર ન મન્દ પડ્યો !
મુજને મળવા પગલું ઉપડ્યું,નવ ત્યાં નવીન કશું ય દીઠું !મમ છાતી મહીં દિલ એ ધડક્યું !સહુ જેમ હતું બસ તેમ હતું !
ઉરમાં મુજ સંશય કૈં કરવાઅહ ! કાલ કશો ય મને ન મળ્યો !ગઈ કાલ હતો ! નથી આજ હવે !પ્રિયનો બસ એમ જ પ્રેમ બન્યો !
અહ ! દારુણ આ અવધિ વચમાંપડતાં પ્રણયે ન વિરામ લીધો !સુખ મંગળનું ઝરણું વરસીગઈ આ દિલ કેમ જ કાંઈ ચીરી !
ક્યમ પ્રેમ ગયો ? સમજ્યો ન 'ગયો !'ત્યમ પ્રેમ ગયો ! ત્યમ પ્રેમ ગયો !
Comentarios
Cargando comentarios…