ખાકદિલ
કલાપીનો કેકારવ
આ ખાકદિલ અંગારમાં ભારી હવે તું શું કરે ?છેલ્લું થવું વીતી ગયું તેને હવે તું શું કરે ?
બાળે તપાવે ખાકને શું ખાકથી બીજું મળે ?આલમ થકી બાતલ ઉડે તેને હવે તું શું કરે ?
બસ કર ! અયી બેગમ ! હવે અંગાર ત્હારો ફુંકવો !એ ખાકને બાળે નહીં ! એ ખાક થાશે ! શું કરે ?
છે ખાકથી એ કામ ? તો તો હાથ લે ઝોળી હવે !આરામની કફની વગર તેને મગર તું શું કરે ?
ત્હારી પછાડી આંસુડાં ! તું માગતી હસવું ફરે ?એ આંસુડાં ના લૂછતી ! તો વ્યર્થ ઢૂંઢ્યા શું કરે ?
આ ઝિન્દગીનું પૂછવા મ્હારો હવે હક ના રહ્યો !ફરિયાદ વિણ રોયા કરે તેને સનમ ! તું શું કરે ?
અવધૂતની માળા મહીં પારો ફરી લાખો ગયા !આ એક પારો ઝિન્દગીનો ફેરવી તું શું કરે ?
અવધૂત હું તેને બખીલી એક પારામાં નહીં !લાખો કહે, લાખો દઉં ! પણ મંત્ર વિણ તું શું કરે ?
આ ખાકના પારા પરે કો ઇલ્મ સાધી જાણતું !તે હસ્તથી આ લૂંટ આવી તું કરીને શું કરે ?
આ ખાકને ખાખી સહે યારી હતી જૂની કંઈ !તું તો નકામી ખાકથી મેલી બનીને શું કરે ?
આ ખાક રોતી એટલું ! ખાખી રડે તે એ જ છે !બાજીગરે બાજી મગર એવી રચી ! તું શું કરે ?
રાખું સબૂરી ! રાખજે તું એ સબૂરી ઓ સનમ !ત્હોયે રહે ના આંસુડાં ! કોની સબૂરી શું કરે ?
Comentarios
Cargando comentarios…