ખાનગી

કલાપીનો કેકારવ

કહીશ દઘળું, એમાં શંકા કશી ન કરી ઘટે :કહીશ સઘળું, છુપું તુંથી કશું ન રહે, સખે !કહીશ સઘળું, ક્યાં એ વિશ્વે હશે સુણનાર જો,નવ કહી શકે એથી બીજો અભાગી અહીં કયો ?

મુજ જિગરમાં તુંને જ્યાં જ્યાં હશે ઉપયોગ, કેમુજ જિગરમાં તુંને જ્યાં જ્યાં ઠર્યો ઉપયોગ છે,દઈશ કહી એ તુંને, વ્હાલા ! રડી રડી સામટું,મુજ હૃદયનું તાજું જેથી બને ફરી કામઠું.

જગત ઉપરે દર્દો ક્‌હેવા અને સુણવા સમું,પ્રભુનયનથી પુણ્યે બીજું મળેલ નથી કશું;

પ્રભુહૃદયનાં પ્યારાં તેથી દુઃખી દુખિયાં રહે,પછી દરદનાં ક્યાંથી આંહીં નિવારણ સાંપડે ?

પણ દરદની વાતોમાં છે નિવારણથી વધુ,દરદમયને દર્દી થાતાં ઘટે કંઈ આવડ્યું;કમનસીબને દર્દો એ ના અહીં મળતાં નકી,કમનસીબથી દર્દોની તો ન ગોઠડી એ થતી.

જગત સહ તો ત્હારે મ્હારે ઘણા પડદા હશે,પણ નવ બધું અર્પું શાને સજાતીયતા વિષે ?જગત સહ એ આ હૈયે તો બધા પડદા કઠે,પણ જગતને સુણી લેવા મળ્યું નવ ભાન છે.

કહીશ સઘળૂં વ્હાલા ! તુંને, ભલે રડતાં કહું :કહીશ સઘળું, વ્હાલા ! તુંને, બધું મરતાં ય હું :મુજ જ્વિત તો ત્હારી હૂંફે અહીં જીવવા સમું,તુજ ચરણમાં ના તો ક્યાં હું પછી જઈને નમું.

Comentarios

Cargando comentarios…