ચુમ્બનવિપ્લવ

કલાપીનો કેકારવ

ત્યારે હતી અલક સૌ સર તે રમન્તી,ત્હારાં મૃણાલ વત બાલક અંગ સાથે;તું તો હતી ઉર ભણી મુજ આ ચડન્તી,ને એ લટો સરતી પાદસરોજ જોવા.

એ મેઘમાળ સમ વાળ કદી કદી તોર્‌હેતા રચી સુરસ રમ્ય કમાન દૈવી;એ મધ્યમાં સ્મિતભર્યું મુખડું રમન્તું,આવી જતું કુસુમડું મુજ પાસ યાચી.

દેતો ત્હને જરૂર ઇચ્છિત ને વધુ કૈંએ કાર્ય તાત વત વત્સલનું કરન્તાં;દેતો લલાટ પર ચુમ્બન એક મીઠું -જાણે રહ્યો શીતલ ચન્દન અર્ચતો હું.

આહા ! લલાટ પર ચુમ્બન દેવું !વાત્સલ્યને અધિક તૃપ્તિ કહીંય ના ના !નિઃસ્વાર્થ પ્રેમ વધુ સ્નિગ્ધ કશું ય પામીસંસારમાં હજુ કૃતાર્થ નથી થયેલો !

સ્પર્ધા તણાં નયન કોઈ હતાં ન ત્યારે,ઇર્ષ્યા હતી ન મુજ એ સુખની જહાંને;કો યાચનાર ઉરને મુજ લ્હાણ એવીત્યારે હતું હૃદય તત્પર અર્પવાને.

શીખ્યું હતું ન મુજ આ ઉર 'માગવું' કૈં,શીખ્યું હતું ન તુજ એ ઉર 'આપવું' કૈં,વત્સા હતી ! ગુરુ હતો તુજ હું, કુમારિ !ત્યાં એ હતી પણ તું પૂજનની જ મૂર્તિ !

કેવાં નિખાલસ પવિત્ર દૃગો હતાં આનિર્દોષ ભાલપટચુમ્બનનાં પૂજારી !પૂજા જ ! હા ! જરૂર એ જ રસાલ ભાવો !જે સ્વર્ગના ય જનકો નવ જાણનારા.

સ્વર્ગે પરન્તુ જનવાસ ટકી શકે ના,ના જ્ઞાતિબન્ધ તજતા કદિ કોઈને એ;વાયુ તણા પડ મહીં શુક ઉડનારાઘૂમે અમુક જ પ્રદેશ અનન્ત વ્યોમે.

એ શો થયો નયનમાં ચમકાટ જૂદો !ભોળાં અજાણ ઉર ત્યાં સરકી પડ્યાં શાં !મીઠા લલાટ થકી ચુમ્બન એ સર્યું, નેમીઠા કપોલ ઉપરે સરકી પડ્યું, હા !

ન્હાના ગુલાબ પર નાજુક ટીલડી શુંચોટી રહ્યું થરથરી તહીં સ્નિગ્ધ એ તો;મૂર્ચ્છાઈ કોઈ ખુશબો ગ્રહતાં ફુલે કોક્યાં એ ન ભૃંગ વધુ મત્ત હશે બનેલો.

કેવી બની અલક એ જયની પતાકા,ત્હારાં સહુ ય મૃદુ અંગ પરે છવાઈ !ત્યાં કામ એ જ અલકેથી શરૂ થઈનેએવો જ શ્યામ થઈ આ ઉરને પટાવ્યું ?

એ ક્ષીરસાગર શમી જઈ જુઈની બિછાતેહું તો બન્યો અલક ઉપર શેષશાયી;ઉલ્લાસ ઊર્મિ પર ઊર્મિ કૂદી રહ્યા, નેનાચી રહ્યાં કમલ એ સ્મિતનાં રૂપેરી.

ત્યાં એક ચુમ્બન સહસ્ત્ર સમું બનીનેલોલ્લોલ એ અધર ઉપર ગૂંચવાયું !ને અન્ય લાખ બસ એક મહીં સમાતાં,એ તો હતો અકથ ચુમ્બનનો પ્રવાહ !

એથી અધિક મગરૂર નશા ભરેલોકો દ્રાક્ષથી ન મદિરા કદિ એ મળ્યો છે !એથી અધિક પણ મૃત્યુ જ ખેંચનારૂંપીધું હલાહલ નથી કદિ નીલકંઠે !

હું અર્પનાર ગ્રહનાર થઈ ગયો, નેસ્વર્ગીય પુષ્પ ઉરનાં સહુ એ સુકાયાં;એ સૌ બન્યું અરર ! ચુમ્બનના જ શ્વાસે,રે ! સ્થૂલ સ્પર્શ કદિ એ કળિયો સહે ના.

સંસારના ચમનના સહુ મર્ત્ય ભાવોઇર્ષ્યાભરી નઝર મર્ત્ય તણી રમે જ્યાં;એ એ જ આખર રહ્યા અમ પાસ લ્હાવા:ને આજ તો સહુ જ તેય બળેલ ક્યારા !

ત્હોયે ભર્યું પુનિત કૈં હજુ આ ઉરે છે,જે સ્વર્ગથી મધુર શબ્દ સુણી રહ્યું આ:'ઓહો ! કરે ન પરવા પ્રણયી કશાની !'ઉત્થાન, પાત, સઘળા ક્ષણના પ્રયોગો !'

હું તો છતાં ય હજુ એ જ લલાટવાળુંએ બાલભાવમય ચુમ્બનને જ યાચું:જો એ થકી હૃદય તૃપ્ત બને હજુ તો,જો એ ફરી હજુ પ્રભુ ય ધરી શકે તો.

Comentarios

Cargando comentarios…