છાના રોશું દર્દે

કલાપીનો કેકારવ

ડસડસ કાં ત્હારાં દગ જોતાં!આમ ગરીબી શાને રોતાં?શાને આમ નિસાસા લે છે?શી પીડા હૈયે છે?

રે! મ્હારૂં શું એ હૈયે છે?મ્હારા કાંટા ખૂંચે મુજને,ના રોશું જો એ દુઃખ તુજને,ના સુખ ત્હારાં દર્દે;

મુજને ના દુઃખ શું તુજ દર્દે?વ્હાલી! છાના રોશું દર્દે?નિસાસા લેવાથી શું છે?મ્હારે વા રોવાથી શું છે?

ગીતો કૈં ગાવાથી શું છે?એ તુજને જો દહતાં દર્દે,છાના રોશું દર્દે!

Comentarios

Cargando comentarios…