જરી મોડું
કલાપીનો કેકારવ
જુદી જુદી શ્રેણી ઉપર જનનાં સંચિત વહે,અરે ! પ્રીતિ પહેલાં મરણ કંઈને તો ઝડપી લે !અને યુક્તાત્મા જે મધુર રસ ચાખી ગત થશે,પડે તેથી જુદાં ગરીબ દિલડાં ગ્રન્થિત ન જે.
ઘણાં ઇચ્છા સાથે તલફી મરતાં, જન્મ ધરતાં,અને તૃપ્તિ માટે બહુ સમય જ્યાં ત્યાં ભટકતાં;કમી જુદાં જુદાં કઠિન દુઃખ ને દર્દ સહતાં,ઘવાતાં, રૂઝાતાં, કજખમ સહતાં ને મરી જતાં.
અરે ! કો અદૃષ્ટો પણ વધુ હજુ દારુણ દિસે'મળે પ્રેમી ભોળાં પણ મિલન મોડું જરી બને;'પ્રિયે ! ત્હારૂં હૈયું મુજ હ્રદયનું' 'હા ! તુજ ! સખે !''હથેલી દે ! વ્હાલી' 'નહિ ! અરર ! મ્હારે જવું પડે.'
Comentarios
Cargando comentarios…