જેને વીતી ગઈ

કલાપીનો કેકારવ

'જેને વીતી તે તો જાણે,'જખમી એવું માની મ્હાણે;ખોળામાં શિર ધરવા આણે,ત્યાં આ ખંજર શું ?

જેને વીતી તે બોલે છે :'હાં ! કૈં વીતે તો તુંને છે !'વીતે તો છોને વીતે છે !'વીતે એમાં શું ?'

જેને વીતી ગઈ સંસારે,તે તો બેપરવાઈ ધારે !વીતે છે તેને તો,જેને વીતી તે લાધ્યે શું ?જેને વીતી તે સાથે શું ?

વીજ વાદળી સાથે જાતી,કાલે ગઈ આજે ભૂલાતી !સૂકાઈ કોરી છાતી થઈ,જેને વીતી ગઈ !

Comentarios

Cargando comentarios…