તરછોડ નહીં
કલાપીનો કેકારવ
મુજ ખાતર ત્હેં બહુ, નાથ ! સહ્યું,કટુ વેણ છતાં હજુ ત્હેં ન કહ્યું;તરછોડીશ કાં ? અપરાધી નહીં નકી !આ જગમાં ક્યમ જાય રહ્યું ?
ઉરનું પુષ્પ ન પોષી શકી,રડતું નિરખ્યું તુજ આ મૃદુ અન્તર;એ દવમાં ઉર આય નિરન્તર,ના મુજ આંખ થઈ હલકી.
રસ કૈં મૃદુ આ ઉરથી ઝર્યો કદિ,સુન્દર ભાવ હશે ન ધર્યો કદિ.તું ય અતૃપ્ત અતૃપ્ત ફર્યો કદિ,ત્હેં મુજ ત્હોય નિભાવ કર્યો !
નવ રાવ તણું સ્થલ તું વિણ છે,પરવારી રહી સહુ અન્ય, સખે !જ્યમ રાખીશ તેમ હશે નયને,તરછોડ નહીં ! જલ લૂછ, સખે !
Comentarios
Cargando comentarios…