તુષાર
કલાપીનો કેકારવ
હું છું ઊભો ગિરિ તણા શિખરે ચડીને,કલ્લોલમાલ સમ ગીચ તુષાર નીચે -મેદાન નીલવરણા ઉપરે ઝૂમ્યો છે :જાણે જડ્યું સર રૂડું નભને તળે તે!
મોજાં વહે ચળકતાં ભુખરાં રૂપાળાં,રેસા સમા રવિકરો સુરખી ભરે ત્યાં,થંડી સમીર લહરી થકી ગોલ ઘૂમે,ભૂરાં કબૂતર તણા જ્યમ ગોટ ઊડે!
આ મેખલા સમ ઊંચો ગિરિશૃંગ ઘેર્યો,ત્યાં વ્હોકળા ઉપર હસ્તી સમો રહ્યો જો!તે ખીણમાં પથરનો કરી કોટ ઊભો,ને વૃક્ષની ઉપર તીડ સમ પડ્યો, જો!
રૂપા તણા રસ સમો જલધોધવો તે -આ ગીચ ધૂમસ તણા મુખમાં પડે છે!
ત્યાં પક્ષીઓ કિલકિલે પણ ના દિસે કો’:અન્ધારમાં જગત આજ પડ્યું,અહો હો!
ત્યાં દૂર સિન્ધુ ઘૂઘવે, નદ ત્યાં મળે છે,ત્યાં એ તુષારઢગના બુરજો ઉભા છે!ત્યાં રાક્ષસો સમ ઊડે બહુરૂપધારી –કાળો તુષાર નભના પડદા સુધીથી!
ત્યાં બર્ફનો અતુલ પ્હાડ પડ્યો ઢળીને,નીચે ધસી લઈ જતો બહુ વૃક્ષને તે;મ્હોટો કડાક કડડાટ થયો દિશામાં,તે એ ડૂબ્યો ગરજતો ધૂમ સિન્ધુનામાં!૯-૧-૧૮૯૪
Comentarios
Cargando comentarios…