તે મુખ

કલાપીનો કેકારવ

લજ્જાળુ નયનો ઢળતાં કો,આંખલડી ભીની બનતાં કો,પ્રેમ તણી વાતો સુણતાં કો,એ મુખડું નજરે તરવરતું !

એ મુખડું તો કાજળ મ્હારૂં,સૌ ભાવોનું પ્યાલું પ્યારૂં,એ વિણ કોને ક્યાં સંભારૂં ?એ મુખડું નજરે તરવરતું !

Comentarios

Cargando comentarios…