દિલની વાત
કલાપીનો કેકારવ
દિલે કૈં વાત છુપેલી, સખી ! તુંથી કહેવી !હૃદય અર્પ્યું, જુદાઈ ત્યાં, સખી ! રાખે કેવી !
વ્યથા સ્હેતાં હજુ ખોયું નથી કૈં સ્નેહી તાન,છૂટે ના એ, પ્રિયે ! હૈયા તણી ખુશબો એવી !
જહીં ચૂસી જખમ ઉપભોગ લેતો મીઠો સ્નેહ,તહીં ખાવિન્દને સ્થાયી ઉરે ગાદી દેવી !
ભ્રમર ઉડી જતાં ભોગી નિરાશે ગાઈ ગાનઅરેરે ! પંકજે શાને પછી રજને લેવી !
કહું કાંઈ કટુ, મીઠું કહેવું કીધું પૂર્ણ;કહેવા દે મ્હને વાતો રહી જેવી તેવી !
નહીં તું કાન દે: રે ! રે ! થશે આ હૈયું ચૂર્ણ;બહેતર છે પછી મ્હારે જુદાઈ એ સ્હેવી !
દિલોની તો જહાં વાતો સદા માગી રહેનાર,ત્હને યાચતાં સુણવા જિગર મ્હારૂં, દેવી !
કહું જો અન્યને તો છે સુણી સુનારાં લાખ,મગર ત્હારા વિના જાણું ન દિલ બીજું સેવી !
દિલે છે વાત કૈં ધીખી રહેલી; ઠારું આવ,હૃદય અર્પું : જુદાઈ ત્યાં, સખી ! આવી કેવી !
Comentarios
Cargando comentarios…