દૂર છે સારુ
કલાપીનો કેકારવ
સુણું તેને સદા ગાતું ! પરોક્ષે દૂર્ કૈં ગાતું !સદા સ્વરતાનમાં ડૂબું ! હજુ પણ દૂર છે સારૂં!
પ્રભુના નાદની કરતું નકલ પ્રભુ પાસથી શીખી!પ્રભુની જેમ એ ગાતું 'હજુએ દૂર છે સારૂં!'
દિવસ ને રાત એ ગાતું ! નથી મેં સાંભળ્યું થાક્યું !જહીં હું એકલો બેસું, સુણું ત્યાં, 'દૂર છે સારૂં!'
ઢળે સન્ધ્યા ગળી જાવા, વહે લાલી ઉષાની વા,હ્રદય તવ સાંભળે મ્હારૂં, હજુ એ 'દૂર છે સારૂં!'
જિગર મુજ બૂમ પાડે કે નિસાસે અશ્રુ ચાલે છે,ચિતા મુજ ઉપરે ત્યારે લવે એ, 'દૂર છે સારૂં!'
અરે ! શું દૂર છે સારૂં? હજુ તો કેટલું દૂરે?નિરાશામાં પડું કે ના ? ફરી ગા 'દૂર છે સારૂં!'
ગણું કોશો કહીં ? પંખી ! ગણિતની બ્હાર એ સંખ્યા !છતાં રાખું સદા શ્રદ્ધા ! ભલે ગા 'દૂર છે સારૂં!'
Comentarios
Cargando comentarios…