નિદ્રાને

કલાપીનો કેકારવ

ત્‍હારા કૃપાઝરણમાં ગૃહ આ સૂતાં સૌ,ત્‍હારી કૃપા જ ગગને શશી રેડતો આ;જ્યાં ત્યાં રચ્યાં શયન છે પ્રભુએ ય હાવાં,ડોલે સરો, ઉદધિ કોઈ મહાન સ્વપ્ને.

ત્‍હારી કૃપા મુજ પરે ય હતી જ એવી,ના આ હતાં નયન સ્વપ્નથી ઓળખીતાં;ત્‍હારૂં કર્યું નવ કર્યું સ્મરણે હજુ, ત્યાંએ પાંખ શાન્ત મુજ ઉપર ફેલતી'તી !

ને એ મહાન વિરહી સમયો મહીં એતું સ્વપ્ન દેઈ વધુ કૈં મધુરી બની'તી;તું એ મીઠાશ સહ આ ઉર જોડનારીસ્વપ્નો લઈ અને ગઈ તું ય, રે રે !

રેતી ભરી ખરખરે મુજ નેત્ર માંહીંએ તો કણું તું વિણ કોઈ ન કાઢનારૂં;આ અગ્નિથી ઉર હવે મુજ ખાક થાતું;છેલ્લેય આવીશ ન શું જલ છાંટવાને ?

જ્યારે મ્હને નયન ઊઘડતાં રુચે ના,જ્યારે વહે જગત દાહ સમું દિસે આ,તુંમાં જ આખર હવે મુજ આશ જ્યારે,ત્યારે જ તું ત્યજી ગઈ તુજ યાચનારો !

તું એકથી જ જગ આ કંઈ ગોઠતું'તું,તું એકથી જ ઉર દર્દ ન ગાંઠતું'તું;તું એકલી જ નયનો હતી લૂછનારી !તે તું ગઈ વ્રણ સહુય સમારનારી !

ત્યારે પ્રભાત મુજને કવિતા ધરીનેકોઈ મૃદુ રુદનમાં ગવરાવતું 'તું;એ એકલો પ્રહર મિત્ર હતો ઉરે આ,તેને ય ત્હેં દિવસના વિષમાં મિલાવ્યો !

હાવાં શુકો, અનિલ, પુષ્પ, ઝરા, ફુવારા,જે ગાય ગાન તુજ સોડથી નિકળીને;ત્હારી કૃપા વગર તે સમજી શકું ના,ત્હારી કૃપા વગર તે બસુરૂં તમામ !

જ્યારે બધા જખમીઓ જખમો વિસારીનેત્રો મીચી મલમની પરવા કરે ના,ત્યારે હું ઔષધ બધાં ઠલવી ય દેતાંઆ એકલો અહીં તહીં તડફ્યા કરૂં છું !

જે સૌ ગયાં પ્રણયી એક જ પાઠ આપીતેને જ પૂર્ણ શિખવી ગઈ તું ય કે શું ?'દાવા ન હોય જગમાં કશી એ કૃપાના.'પ્રીતિ, દયા, ક્ષણિક એ સહુ મહેરબાની.'

Comentarios

Cargando comentarios…