પરિતાપ
કલાપીનો કેકારવ
દિલ અશ્રુ થકી પલળ્યું, છલક્યું:દપટ્યું દિલમાં દિલનું દુખડું:ન સખો ન સખી દિલથી લપટ્યું:ફટક્યો ભટકું! ફટક્યો ભટકું!નથી ભાન હવે!નથી હામ હવે!નવ પ્રીતિની દોરીથી હું લટકું:નવ કો’ મનમાં કદી હું ખટકું:નથી આશ મને : અવકાશ મને:ભટકું ફટક્યો! ફટક્યો ભટકું!મન હર્ષ હવે –મન શોક હવે –તજ નિર્લજ! તું : તજ તું : તજ તુંમુજ પ્રેમ હવે દરિયે પટકું!મુજ પ્રાણ ન કાં દરિયે પટકું!ફટક્યો! ફટક્યો! ભટકું! ભટકું!૨૭-૧૧-’૯૨
Comentarios
Cargando comentarios…