પ્રથમ નિરાશા
કલાપીનો કેકારવ
આશાની પીડા વીતી છે !અશ્રુધારા ના વીતી છે !કાળમુખે જાવા પ્રીતિ છે !વીતી છે તે વીતી છે !
આશાના વ્રણ હાવાં ભાવે !ક્ણ ફરી ક્યાંથી એ લાવે !આશા કોણે કાં લૂંટી'તી ?કોણ જાણતું, શું વીતી'તી ?
આશા તો આ ઉરને નડતી !કોઈ અન્યને એ તો રડતી !કોઈ કોઈ દી તમ પદમાં તો !વ્હાલાં ! પુષ્પ બની પડતી'તી !
પીડા તો પીડા એ મ્હારી !કાંઈ નથી તેથી તો સારી !વીતી છે વીતી છે એ તોમીઠી લાચારી !
હાવાં આંસુ એ ના ઉન્હાં !રોવાનાં ગીતો એ સૂનાં !ઉષ્મા જીવનની વીતી છે !મોત તણી ઠંડી જીતી છે !
હૈયે શ્વાસો ત્હોયે ફરે આ !કંઠ મહીં નિશ્વાસ તરે આવ્હાલાં ! કાષ્ટ બળ્યું આ જીવે !શું વીતી ? શું ના વીતી છે ?
Comentarios
Cargando comentarios…