પ્રભુ - અનાલાપી ગાન

કલાપીનો કેકારવ

પ્રભુ શું તે આંહી જગત પર છે કોણ કથવા?કહીં છે જે તેનું સમજી સ્ફુટ નામે દઈ શકે?'મ્હને તેમાં શ્રદ્ધા,' સમજી નિજ એ બોલ વદવાકહી ના જ્ઞાની એ કદિ પણ હશે હિમ્મત કરી ?

પરન્તુ પોતાના ઉર પર બલાત્કાર કરતો -દબાવી મારીને કચરી નિજ અંત:કરણને -કુહાડીથી હૈયું , રુધિર સઘળું પત્થર કરી -હશે ક્યાં ક્હેનારો જગત પર, 'શ્રદ્ધા નહિ મ્હને'?

સદા ધાતા, દાતા, સહુમય અને એક જ સદા -કહે - તે શું તુંને, મુજ ગરીબને ના ધરી રહ્યો?કહે - તે શું તુંમાં મુજ ગરીબમાં ના રમી રહ્યો?અને સૌનો તેવો નિજ પણ ન શું એ બની રહ્યો?

અહો! પેલું ભૂરૂં ગગન નથી શું ગોળ સરખું ?ન શું હું ઉભો તે સહનશીલ અક્ષુબ્ધ ધરતી?સ્મિતાળા તે કેવા ચકમક થતા આપણ પરેનિશાની ક્રીડાના ચકર ફરવા રક્ષક રમે!

ન શું હું ત્હારાં આ નયનઅરવિન્દે નયનનેમિલાવી ઉભો રહું ને નહિ શું રસનો દોર વણતો?ન શું મ્હારૂં હૈયું કબૂલ કરતું આ પ્રતિ પલે -'મ્હને હું જેવામાં દર્શન થતું કો ગહનનું'?

અને દૃશ્યાદૃશ્ય પ્રતિ અણુ નિગૂઢાર્થ સઘળું,બધું પાસે તુંમાં શ્રમરહિત કો કારણ સમું,

નથી શું એ તુંને, તુજ હ્રદય, આત્મા, જીવિતને,ચડાવી વંટોળે અગર દબવી કાંઈ કરતું ?

સુખભિજ્ઞામાં કો અવર સઘળું ભાન વિસરીભરી તેથી લેને તુજ જીગર પૂરૂં છલકતું:પછી તેને ક્હેજે, 'પ્રણય'! 'પ્રભુ' ! 'હૈયું'! 'સુખ'! અનેક્હેજે ઇચ્છે તે અગર મુખમાં જે ચડી ગયું.

નથી તેને માટે મુજ મગજમાં નામ વદવા,અનાલાપી ગાણું, જગત! પ્રભુ! એ લાગણી બધું !ધ્વનિ, નામો, ગાણાં - અવર સઘળાં ધૂમ્ર સરખાંદ્યુતિ તેનીને સૌ મલિન નિમિતે ઝાંખપ ધરે.

અભિવ્યાપ્તિમાં આ પ્રતિ ઉર અને તે પ્રતિ સ્થળેરુચે તે ઉક્તિમાં પલ જ પલ તેની કથી રહ્યાં;કહે મ્હારી ભાષા પછી ક્યમ કવે ના નિજ રુચ્યું?વિના ક્હેતાં ક્હેવા અગર નવ કાં મૌન જ રહું?

Comentarios

Cargando comentarios…