પ્રેમીની મૂર્તિપૂજા

કલાપીનો કેકારવ

કર તું કંઈએ ! કર તું કંઈએ !મધુ તેથી બને વધુ શું કદિ એ ?તુજ કાર્ય સહુ દિલ નિત્ય સ્મરે,વધુ નિર્મળ શું ઉર પૂજી શકે ?

કંઈ બોલ અને દિલ ઈચ્છતું,કે કંઈ બોલ તું બોલ સદા જ પ્રિયે !તુજ વાણી સદા સુણતો જ રહું,ઝરતાં ફુલ એ વીણતો જ રહું !

તુજ એ સ્વર ગાયનના સ્મરતાં,વળી ઓર જ ધૂન મચે ઉરમાં,તુજ યાચક આ ઉર થાય, પ્રિયે !ફરીને ફરી એ સ્વર માગી જ લે.

ઉર ઇચ્છતું કે હજી ગા જ પ્રિયે !નવ થોભ, કશું પણ ગા જ પ્રિયે !

કંઈ દે કંઈ લે સહુ ગીત મહીં,વ્યવહાર બધાં કર ઓ સ્વરથી.હુકમો સહુ ગાયનથી કરજે ;મુજ ઝિંદગીએ સ્વરથી ભરજે.

તુજ નૃત્ય સ્મરૂં ! ભૂલું ભાન, પ્રિયે !કંઈ પ્રશ્ન કરૂં સ્મરી નૃત્ય, પ્રિયે !ક્યમ ઊર્મી બની ન તું વારિધિની,બસ નાચત દિવસ ને રજની !ઘુઘવાટ વળી તુજ હું બનતે,હસતો નકી તાલ દીધા કરતે !

કર તું કંઈ એ ! કર તું કંઈ એ !કરુણાર્દ્ર પ્રભુ પ્રતિ કાર્ય પરે ;તુજ શું તુજ શુંથી મધુતર છે ?વળી નિર્મળ શું તુજ શુંથી ? પ્રિયે !

સ્મરતાં સ્મરતાં સ્મરણે ચડ્યું જેબસ પૂજીશ પૂજીશ તે જ, પ્રિયે !

Comentarios

Cargando comentarios…