પ્રેમ અને મૃત્યુ
કલાપીનો કેકારવ
ફેંકી દીધો મિથ્યા પરન્તુ સત્ય પ્રેમ મીઠો મીઠો :વળી મિષ્ટ છે મૃત્યુ ખરે જે અંત લાવે કષ્ટનો :ભોળું હૃદય જાણે નહીં :જાણું નહીં મધુતર કયું !
હે પ્રેમ ! તું મધુ છે ભલા ? તો તો બને મૃત્યુ કટુ !પ્રેમ ! તું કડવો ખરે? મૃત્યુ મને તો છે મધુ :અહો પ્રેમ ! જો મૃત્યુ મધુતર, તો મને મરવા જ દે !
મધુ પ્રેમ કરમાઈ જવા પેદા થયો જે ના દિસે,મધુ મૃત્યુ સૌ જનને દિસે કરતું નિ:સ્નેહી ખાક જે,બેમાં મગજ સમજે નહીં: જાણું નહીં મધુતર કયું !
પ્રેમમાં ઘસડાઈ જાવા ઈચ્છું જો કદી તે બને :દોરાઉં હું મૃત્યુ થકી બોલવતું તે ત્યાં મને :બોલાવ રે ! હું આવું છું: હું આવું છું ! મરવું હવે !૨૮-૪-૧૮૯૩
Comentarios
Cargando comentarios…