પ્રેમ અને શ્રદ્ધા
કલાપીનો કેકારવ
પ્રેમ પ્રેમ હોય જો, પ્રેમ આપણો જો હોય,તો પ્રેમમાં શ્રદ્ધા અશ્રદ્ધાનુ સંઘાતે બલ ન હોય:અશ્રદ્ધા અણુ માત્ર તે અશ્રદ્ધા છે બધી ખરે!
અદૃશ્ય ને ઝીણો પડે ચીરો કો’ વીણામાં જરી,ધીમે ધીમે તે મધુર રવને કુંદ કરી નાખે કદી:પહોળો થતાં મ્હોટો થતાં તે સ્વરહીણું કરી નાખશે!
પ્રેમી દિલવીણા મહીં ચીરો કદી ઝીણો પડે.કે મુરબ્બાની બરણીમાં ફલ એકને ચાંદી પડે.તો પ્રેમસ્વર ઉડી જશે : ફલ મિષ્ટ સૌ બગડી જશે!
અશ્રદ્ધાનું બીજ પણ નથી ગ્રાહ્ય: ફેંકી દે તું એ:પણ એ જશે? રે! રંગ કાળો પ્રાણ સાથે તે ખસે!રાખ શ્રદ્ધા પૂર્ણ ને નહીં તો નહીં રતિભાર પણ!
મુજ નામ જે મ્હારું હતું ત્હારું થયું: બન્યું એક એ:મને કીર્તિ જો મળે તો તે બધી ત્હારી જ છે:લાગે તને કદી ડાઘ કાળો તો મને લાગી ચૂક્યો:તો રાખ શ્રદ્ધા પૂર્ણ ને નહીં તો નહીં રતિભાર પણ!૯-૫-’૯૩
Comentarios
Cargando comentarios…