ફકીરી હાલ
કલાપીનો કેકારવ
અરે ઉલ્ફત! અયે બેગમ! લીધી દિલબર હતું લાઝિમ?હતું જે બેહિશ્ત થઈ જહાન્નમ : ફકીરી હાલ મ્હારો છે!
ગયું આ ઝિંદગીનું નૂર : હવે જહાંગીર બેપરવા:તું લૂંડીની નથી પરવા : ફકીરી હાલ મ્હારો છે!
ન ધારું હું કદી કફની : દગ્ધ દિલ પર ન સારું ખાક:ન પરવા છે કિસ્મતની : ફકીરી હાલ મ્હારો છે!
હવે દરખત પર ચડવું : બુલબુલ મ્હારું ઢૂંઢું હું:ફરું નાગો બિયાબાને : ફકીરી હાલ મ્હારો છે!
હતો જે હું, હતું જે હું, નથી તે તો, નથી હું હું:ગયું છૂટી : ગયું ઊડી : ફકીરી હાલ મ્હારો છે!
હવે આ દમ નથી દમમાં : ફકીરી હાલ મ્હારો છે!પરેશાની જ છે રાહત : ફકીરી હાલ મ્હારો છે!૧૫-૧૦-’૯૨
Comentarios
Cargando comentarios…