ફુલ વીણ સખે !
કલાપીનો કેકારવ
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!અધુના કળી જે વિકસી રહી છે.ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્જ્વલ આ કિરણો રવિનાં,પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;
ન વિલમ્બ ઘટે,કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,નમતાં શિર સૌ કુસુમો કરશે,પછી ગંધ પરાગ નહીં મળશે!ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!હજુ તો ફુટતું જ પ્રભાત સખે!
નકી ઉત્તમ અગ્રિમ કાળ, સખે!ભર યૌવન આ હજુ રક્ત, સખે!ગતિ કાલની ચોક્કસ ન્હોય, સખે!ભરતી પછી ઓટ જ ત્હોય સખે!
ફુલ વીણ, સખે!તક જાય, સખે!
ઢળતી થઇ તો ઢળતી જ થશે,રજની મહીં ચન્દ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે;
ફરી લે, રમી લે, હસી લે તું સખે!
મૃગલાં રમતાં,તરુઓ લડતાં,વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?પછી કેમ વિમાસી રહ્યો તું ? સખે!ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!હજુ તો ફુટતું જ પ્રભાત સખે!
Comentarios
Cargando comentarios…