બે કળી

કલાપીનો કેકારવ

પ્રિયે ! તે ગ્રીષ્મ તણી હતી લ્હાય !આપણે ફરતાં કુંજની મ્હાંય;ફૂલો સહુ નિદ્રામાં પોઢેલ,ઢળી'તી શાંત શ્વાસમાં વેલ;નમ્યાં'તાં વૃક્ષ વૃક્ષનાં અંગ,હતી ના મ્હેક, હતો ના ગંધ.

ત્યાં કળી કો ખીલતી હતી રમતી વાયુ સાથ,'ચૂંટી લે ભોકતા ! મને' એ લવતી'તી વાત.

ભરેલો હજુય હતો મકરન્દ,થયો ના હતો ભ્રમરનો સંગ;હતી તેમાં શી રસિક સુવાસ !જવાનું મને ગમ્યું તે પાસ.ચૂંટી તે ત્હેં દીધી ઝટ મ્હને,કર્યું મેં ચુંબન કેવું ત્હને !

ઉન્હી લૂ ઊડી ગઈ! શીત થયાં સહુ અંગ;આભારી મુજ નેત્રમાં નવો ભરાયો રંગ.

પ્રિયે ! તો મૃદુ મુખકળી એ આજડરે તું કેમ આપવા કાજ ?દહે લૂ ગ્રીષ્મઝિન્દગી તણી,ઔષધિ નહીં વિના એ કળી .પ્રેમમાં સદા બધું અર્પાય:અર્પતાં પ્રેમ કેમ વિલાય ?શ્વાસ આ રસ એ લેતો ભલે,શ્વાસ જે આખર અર્પું તને!

ભૂલું ક્યમ તુજને, પ્રિયે ! કળીનો લઈ પરાગ ?આભારી બનશે દગો! બૂઝાશે ઉઅર આગ !

ઉઠે છોને એ મીઠો ભાવ,હ્રદય છોને લે મીઠા લ્હાવ !કળી તું જો નવ દેશે આજ,મને પ્રભુ માળી દેશે કાલ;દિવસ જતાં શી લાગે વાર ?કરી કાં નવ લે તું ઉપકાર ?જીવનની સાર્થક ક્ષણ પણ એક,પ્રેમમાં ઘટે ન લુંટી છેક.

માળી દે ફૂલ તે લઈ ગાય ન કો ઉપકાર !પ્રિય કરથી કંઈ પામતાં વહે હર્ષની ધાર !

પ્રિયે ! તો અર્પ અર્પ તું તું જ !પડું છો પુષ્પપાંખમાં હું ય !

Comentarios

Cargando comentarios…