મધ્યમ દશા

કલાપીનો કેકારવ

દે તું પ્રેમ વધુ મને, પ્રિય સખિ ! ધિક્કાર દે યા વધુ,દે તું શીતલ હિમ વા સળગતું દે પાત્ર અંગારનું,દર્દોને મુજ એ સમાન સુખ ને શાન્તિ નકી આપશે,આવી આ દુઃખની જ મધ્યમ દશા ના શાન્તિ દે કાંઈ એ.

જે દે તે, પ્રિય ! પૂર્ણ દે, અવધિ દે સંકોચ રાખ્યા વિના,દે તોફાન મને અહો ! પ્રણયનાં વા ક્રોધધિક્કારનાં;જો એ પ્રેમ હશે, અહો ! હ્રદય આ તો હંસ ત્હારો થશે,ત્હારા માનસરોવરે ફરી તરી ઉડી સદા મ્હાલશે.

જો ધિક્કાર હશે, પ્રિયે ! ભવતુ ! તો વંટોળમાં ઊડીનેજૂઠી આ મુજ આશ સર્વ વિખરી નીચે પડી તૂટશે;ના વૈરાગ્ય પછી સ્મરે મધુર એ મ્હોં કોઈ કાળે કદી,જ્યાં સૂતો મુજ રાજ્ય ત્યાં કરીશ હું આનન્દની એ સ્થિતિ.

તેને સ્વર્ગ મળ્યું જ જે નરકથી પામી શક્યો મુક્તિ છે,મૃત્યુ એ પણ આધિ વ્યાધિ દુ:ખનો સાચો જ ઇલાજ છે;દે ધિક્કાર ખરેખરા જિગરથી તો તે દયા હું ગણું.દે તું પ્રેમ વધુ મને, પ્રિય સખિ ! ધિક્કાર દે યા વધુ.

Comentarios

Cargando comentarios…