મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટિથી દૂર કરી

કલાપીનો કેકારવ

લાલાંની એ છબી સમયથી છેક ભૂંસાઈ જાતાંદૃષ્ટિ બ્હારે રુદન કરતાં મૂકવી યોગ્ય લાગી;ક્યાં મૂકું તે સમજણ પડી કાંઈ એ ના ઘડી તો!શું એ માટે મુજ ગૃહ મહીં સ્થાન એકે રહ્યું ના?

એ યાચે છે મુજ કર કને સ્થાનની યોગ્યતાને,આંહી ? ત્યાં ? ક્યાં ? સમજણ પડી કાંઈએ ના અરેરે!'બાલુ !' એવો મુજ મુખ થકી નિકળ્યો શબ્દ અન્તે,બાલુ આવ્યો મુખ હાસવતો, જોઈ તેને રહ્યો હું.

'બાલુ ! દે આ પ્રિય છબી જઈ દેવીના હસ્ત માંહીં,'એ બોલ્યો હું, છબી થઈ ગઈ દ્રષ્ટિથી દૂર ક્યાંએ;દોડી જાતા તડતડ થતા બાલુના પાદ સુણ્યા,થોડી વેળા ગત થઈ અને શાન્ત પાછું થયું સૌ.

થોડી વેળા ગત થઈ વલી બાલુને સાંભળ્યો મેં,'બાપુ' એવું કહી મુજ કને દોડાતો આવી ઉભો;'ચિઠ્ઠી છે આ', કહી ઝટ ગયો દોડતો બ્હાર એ તો,શું જાણે, એ અમ હ્રદયની વાત શું આ હશે તે ?

ચિઠ્ઠી વાંચી, અરર દુઃખ કૈં વ્હાલીને છે થયેલું,એ જાણે કે મુજ હ્રદયમાં કાંઈ વૈરાગ્ય આવ્યો;

ઝાંખી ઝાંખી છબી પર ન કૈં ઝાંખ જોઈ શકી તે,તે દૃષ્ટિએ જિગર ગળતાં પૂર્ણ સૈન્દર્ય દીઠું.

'વ્હાલા ! વ્હાલા ! તુજ પ્રિય છબી કેમ સોંપી મને ત્હેં !'શું કૈં આંસુ તુજ નયનમાં ત્યાગતાં તે ન આવ્યાં ?'એવું છે તો ક્યમ નહીં હવે ત્યાગશે સર્વ વ્હાલાં !'વેળા જાતાં કફની લઈને ચાલશે કાં ન ? વ્હાલાં?

'એવું હો તો કફની મુજને આપજે એક , વ્હાલા !'મ્હારે માટે જરૂર દિલમાં રાખજે સ્થાન, વ્હાલા !'ચિઠ્ઠી વાંચી - પલળી જરી તે આંખનાં આંસુડાંથી,વાંચી વાંચી ફરી ફરી અને અને કાંઈ બોલી જવાયું.

'ઓ વ્હાલી ! ઓ હ્રદયઝરણી ! કેમ ત્યાગું તને હું ?'લાલાંને એ કદિ પણ હજુ વિસરી ના શક્યો છું;'વ્હાલી ! તું તો મુજ હ્રદયનો ત્યાગ સંન્યાસ સર્વે,'તું પૂજા, તું પ્રભુ મુજ, પછી શોધવું કાંઈ ના છે.'

ખેંચાઈ કૈં મુજ પ્રિય કને બોલતો એ ગયો હું,દીઠી તેને છબી નિરખીને આંસુડાં ખેરતી રે!નેત્રે નેત્રો મળી જરી જતાં શોક તેનો ભૂંસાયો,ઉઠી બાઝી 'પિયુ ! પિયુ !' લવી છાતીમાં તે સમાઈ.

Comentarios

Cargando comentarios…