મ્હારો ખજાનો

કલાપીનો કેકારવ

જેણે ખજાનો જ્યાં કર્યો તેનું જિગર ત્યાં ત્યાં નકી;જેનું જિગર જ્યાં જ્યાં ઠર્યું તેની ઠરી ત્યાં ઝિન્દગી !

હાવાં મોતની એ મહફિલે,ચાવી ખજાનાની રહે !મહેતલ નકાં પૂરી બને ?શું એ જ માંગે આંખડી !

આ ચશ્મની દૂરબીનનેશું રૂપ તે મોતે હસે !ક્યાં એ સનમ ! ક્યાં મોત એ !પલટ્યો ખજાનો શું બની?

ના ના ફુલોવાળી સનમ !ના ઇશ્કના હાથે દફન !આકાશનું હોજો કફન !મુજ ત્યાં જિગર ત્યાં ઝિન્દગી !

માશૂક પ્યારી સર્વને !આ મોત તો કૈં ના ગમે !મ્હારા જિગરને જે દમે !તે મોત માશૂક છે ઠરી !

એથી સનમ બ્હીતી હતી !એ દૂર : હું રાજી નકી !પાસે હવે લાવ્યે ખુશી !આશા એ હમારી ઈદની !

મ્હારી સનમના ઝુલ્ફનીશાહી હમે જોઈ નહીં !જોવી સફેદી એ નથી !લાલી, સફેદી મોતની !

મૂડી હવે જો મોતમાં;તો ઝેરના પ્યાલા ઘણાબેભાન જો પીને બન્યા,તો લ્હેરમાં જાવું પતી !

જે મેઘભીની વાદળી,માશુકની સાડી બની,ત્યાં એ છબીએ મોતની,આજે નઝર આગળ ખડી !

જ્યાં જ્યાં દીદારો માશૂકી :જ્યાં એ જ ગાલોની સ્મૃતિ :

તે તે ગુલોની એ કલીચીંધે મોત સામી આંગળી.

મ્હારો ખજાનો જોઉં હું !છે પાસ કાં ના લેઉં હું !માશૂક વરવી કાં ગણું ?લાગી નઝર તો એ ભણી !

એ રીઝતી કે ખીજતીત્હોયે સનમ રૂડી હતી !શું મોત છે એની છબી !કેવી શિકલ, રે રે ફરી !

પ્હેલી જઈફી આવતાંશું એ મુખો આવાં થતાં ?શું મોતનાં તે મોતમાં ?તેના બુઢાપા એ વળી !

'રે ! ઓ ! સનમ ! રે ! ઓ ! સનમ !ત્હારા જભાઓ કર ખતમ !'દેખાડી ત્હારૂં દે બદન !તું તું સનમ ! ભૂલું નહીં !'

એ બોલતાં એ શી ફરે !એ લાલ રંગો શા તરે !સુન્દર જઈફી તો કરે;ત્હોયે ન કાં ભેટું હજી !

જે મત્ત તરુઓ મદ ઝરે:જે કેફમાં વેલી ચડે:તે આંસુડાં ખારાં બને,સુરભે ગઈ ! વેલી કહીં ?

જડ વૃક્ષ થઈ એ ઝૂરવું !શશીહીન વા કુમુદું થવું !દૃઢ શીદને બનવું કશું !નકી મોત કોમલ પ્રીતડી !

કે કોઈને શું ના ગમીઆવે સનમ જે આપથી ?તું ભીખતો તે આ ઉભી !જા, પુણ્યશાલી ! ભેટની !

દેતો ખજાનાઓ ખુદા,એ પામતાં તે પાપ શાં !તું કાલનો થઈ આજ જા !જા, પુણ્યશાલી ! ભેટની !

Comentarios

Cargando comentarios…