યજ્ઞમાં આમન્ત્રણ
કલાપીનો કેકારવ
અશ્રુની સૈયારી ધારાઃસૈયારી નિઃશ્વાસે જ્વાળા !પ્રેમ સૈયારી પીડાઃઆ છે ખાકે સૈયારી - વ્લાલાં સૈયારી !
સાથી ના મૂકીને જાશેઃસાથી સાથે રોશે, ગાશેઃદિલની ખાક દિલે ચોળશેઃચોળો હર્ષે સૈયારી - વ્હાલાં સૈયારી !
શાનાં સૈયારી વિણ સુખડાં ?સૈયારી ત્યાં શાનાં દુઃખડાં:તોફાને હસવીશું મુખડાં:લાવો નૌકા સૈયારી - વ્હાલાં સૈયારી !
સૈયારી સપનામાં આવ્યાં:કફની આ ભગવી ત્યાં લાવ્યાં:પ્હેરાવીને ને ના પ્હેરી કાં ?આવો આવો, સૈયારી - વ્હાલાં સૈયારી !
વ્હાલાં! આપું જે પામ્યો તેઃવ્હાલાં! પામું જે આપ્યું છેઃસૈયારી જગવી'તી હોળીઃલેવી સૈયારી ઝોળી - વ્હાલાં સૈયારી !
Comentarios
Cargando comentarios…