રખોપીઆને
કલાપીનો કેકારવ
ફેંકી દેને તુજ કરથી આ પથ્થરો, ગોફણી આ,મ્હારે આવી મુજ ચમનમાં જોઈએ ક્રૂરતા ના;જે પંખીડા મુજ ચમનને લાગતાં ઘા ન છોડે,તે પંખી છો મુજ ફલફૂલો ચાખતાં પૂર્ણ હર્ષે.
એ સૌ માગે જરૂર ઘટતો પાકમાં કાંઈ હિસ્સો,થોડું માંગે જીવનઅરથે, સ્વલ્પ દેવું ઘટે તો;ખાઈ-પીને સુખમય બની પંખિડા ગીત ગાતાં,ન્હાનું-મ્હોટું સમજી સુખમાં જીવતાં સર્વ ન્હાનાં.
આ મ્હોટું છે ઉપવન અને પંખીડા છે ઘરેણાંબાંધે માળો તરૂ ઉપર એ છાયમાં કેવી શ્રદ્ધા?ઘા શા માટે? ગરીબ બહું એ! સ્વલ્પસન્તુષ્ટ ભોળાં!તે સૌ માટે મુજ ચમનમાં જોઈએ ક્રૂરતા ના.
Comentarios
Cargando comentarios…