રસેચ્છા

કલાપીનો કેકારવ

પૃથ્વી! સમુદ્ર! પવન! પ્રિય ભ્રાતૃભાવ!જો હોય લેશ હૃદયે મુજ ધર્મ, ને જો-

સન્ધ્યા - પ્રભાત - રવિનાં કિરણો રૂડાંથી -રંગેલ લાલ પડદા નભના સુનેરી. -૧

પુષ્પો પરે ટપકતાં સુતુષારબિન્દુ,ને સ્નિગ્ધ પાંખ ફૂલની મકરન્દભીની,અન્ધાર ઘોર વિધુહીન નિશાની શાન્તિ,વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની. -૨

ઘેલાં વસન્તથી બનેલ મહાન વૃક્ષો,વર્ષા કરે હરિત નાજુક જે સુગુલ્મો,ને બર્ફના ઢગ ભરેલ તુષારકાલ-આ સૌ મને દિલ સમાં પ્રિય હોય, ને જો- -૩

કોઈ પશુ ગરીબડું જીવજન્તુ કોઈ,વા પક્ષી કો’ ચસકતું કદી ન્હોય દૂભ્યું,હોઉં રહ્યો સ્વજન સૌ ગણી સાથ હું જો,બન્ધુ! તમે હૃદય આ રસથી ભરો તો!⁠૧૭-૧૨-૧૮૯૩

Comentarios

Cargando comentarios…