વ્હાલાને
કલાપીનો કેકારવ
વ્હાલાં ! ઉર ઝાંઝાને પાજો;થોડાંને ગાજો ને સ્હાજો;ગાતાંને , સ્હાતાંને ચ્હાજો:ચ્હાજો વ્હાંલાં વ્હાલાંને
વ્હાલાંમાંથી વ્હાલાં આવે:વ્હાલું તે દેવાને લાવે:વ્હાલું લઈ વ્હાલું સૌ દેજો:વ્હાલાં ! વ્હાલાંને.
ઝાઝાં તો એ જાશે છોડ:મેમાની કરજો ના થોડી:હૈડાંનું દેજો સૌ છોડી:એ તો વ્હાલાં વ્હાલાંને.
જેમાંથી જે તે પોતે તે:વ્હાલાંનાં વ્હાલાંઓ જે છે:એવાંને હૈયામાં લેજો:વ્હાલાં વ્હાલાંને.
Comentarios
Cargando comentarios…