સનમને સવાલ

કલાપીનો કેકારવ

તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં !આ દિલ ધડકતું જાય ક્યાં? જાણું નહીં !

આવે ધરી આ દુશ્મનો તારી શિકલ;યા આંખ આ અંધી બની? જાણું નહીં.

છે હાથ તો લાંબો કર્યો, દોરાઉં છું;છે દોરનારૂં કોણ આ ? જાણું નહીં.

× × ×

છે તો ચમન તારો રચેલો તેં ખુદે;ચૂંટું ગુલો યા ખાર આ? જાણું નહીં.

જાદૂભરી બુલબુલ બજાવે વાંસળી;તેની ઝબાંમાં કોણ છે? જાણું નહીં.

Comentarios

Cargando comentarios…