સુખમય અજ્ઞાન
કલાપીનો કેકારવ
મહા સુખી સુખી પરમ સુખિયું તું તરુ, અરે!શિયાળાની રાત્રિ યદપિ તુજને ખેરતી રહે!
ન શાખા ત્હારીને પૂરવ સુખનું ભાન કંઈ રે!વસંતે ખીલેલી દુઃખદ સ્થિતિમાં આજ પડી છે.
ભલેને વાતો ઉત્તર પવન સુસ્વાટ કરતો,ભલેને હીમોનો સિતમગર વર્ષાદ પડતો;અરે! તોએ વૃક્ષો! મધુ સમયમાં ખૂબ ખીલશો,પ્રભુનાં વ્હાલાં તો પરમ સુખી છો એમ ગણજો.
વળી સુખી સુખી ભમતી વિરહિણી ય સરિતા,દિસે તું આનંદી ગરમી શરદીમાં સમ સદા;મહા કાળી રાત્રિ સરવ ગમ સંહાર કરતી;તદાપિ ખોયેલી ઝળહળિત કાંતિ ન સ્મરતી.
અહો! બેઠી છે શું બચૂમય આચ્છાદન ધરી,સુખી હોજે બાપુ નજર મમ ત્હારા પર ઠરી,મનુષ્યોને તો આ પરમ સુખ માગ્યું નહીં મળે,ઘણાંઓ પીડાએ જરિક જ દશા અંતર થયે.
Comentarios
Cargando comentarios…