સ્નેહશૈથિલ્ય

કલાપીનો કેકારવ

ત્હને ચાહું કેવું? ક્યમ કહી શકું તે - પ્રિય! ત્હને?શશીને ના કહેતી નિજ પ્રણય કો દી કુમુદિની!અરે! ખૂંચે ત્હોયે તુજ હૃદયની આ શિથિલતા!નહીં દોષો ત્હારા - પણ નસીબની વાત સઘળી!

કદી વેળા જાતાં તુજ હૃદય કૈં આર્દ્ર બનશે,કદી ત્યારે તો આ મુજ હૃદય શૈથિલ્ય ધરશે;વિરાગી ના લૂછે પ્રણયી રસિલાં સ્નિગ્ધ નયનો,પછી શું એ અશ્રુ મુજ ઉર પરે કાર કરશે?

અરે! આ પ્રીતિમાં મુજ હૃદય રોકી નવ શકું,ન પ્રીતિમાં પાછું હૃદય મમ વાળી શકીશ વા;વહી જતી પ્રીતિ - અરર! કદિ એ ના અટકતી;નહીં ભીની થાતી - અરર! રડવાથી શિથિલતા.

રડે મ્હારી પ્રીતિ તુજ હૃદયની આ શિથિલતા,કદી તું યે રોશે મુજ હૃદયનું એવુંજ કંઇ;દિસે નિર્માયેલો પ્રણય રડવાને શિથિલને,છતાં તું માટે એ ક્રમ વધુ જરી કોમલ હજો.

Comentarios

Cargando comentarios…