સ્મૃતિ

કલાપીનો કેકારવ

દિન એક ગયો, પછી લાખ ગયા,શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !ઉરનું જળવુંય શમી જ જશે,પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?

દિનરાત સદાય જળ્યાં કરવું !સહતાં સહતાં પણ કેમ સહું ?સહશું ! રડશું ! જળશું ! મરશું !સહુ માલિકને રુચતું કરશું !

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !ન સુકાવ ભલે જલ નેત્ર તણું !પણ તે દિલને વિસરાવીશ ના!સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં !

Comentarios

Cargando comentarios…