સ્વર્ગ ગીત
કલાપીનો કેકારવ
ખોવાયેલાંને બોલાવોઃસ્વામીનો સંદેશો કહાવોઃપગ ધોવાને પાણી લાવોઃખોવાયેલાંને માટે.
આવો, મ્હેલ ઉઘાડો, આવોઃદોરી દોરી દોરી લાવોઃઆવોને ગાતાં સ્વામીનેખોવાયાં સાથે.
ભૂખ્યાંને ભોજનમાં લાવો:તરસ્યાંને દ્રાક્ષાસવ પાઓઃપાથરજો હૈયાં થાક્યાંને-લાવો ખોવાયાં સૌને!
ના ખોવાયાં ના તરસ્યાં છેઃખોવાયાં ભૂખ્યાં-તરસ્યાં છેઃસાથ તજી એવામાં જાઓ-ખોવાયાં લાવો!
Comentarios
Cargando comentarios…