હજુ એ મળવું

કલાપીનો કેકારવ

મમ દંશ નહીં બનશે હલકોમમ દાહ, અરે! બનશે બમણો;રૂઝતો વ્રણ તો ઉવળી પડશે,મળવું, મળવું હજુ ત્હોય સખે !

અધરો મુજ સ્વાદ તને નહિ દે,જરદી મુજ ઓષ્ઠ પરે દિસશે;કંઈ લાલી મહીં તુજ સ્નેહ હશે,મળવું, મળવું હજુ ત્હોય, સખે!

મુજ દર્દ મહીંમુજ શોક મહીં,

અહ ! ચેટક એ જ મને વળગ્યું,"હજુ એ મળવું ! હજુએ મળવું !"

જવ વખ્ત થયો પડવા વિખુટાં,કંઈ વર્ષ સુધી ફરી ના મળવા,

ચુપકીભર આંસુ ભરી તું મળ્યો,તવ શ્વાસ વહ્યો કંઈ એક હતો,

તુજ ચુમ્બનમાં શરદી ભરતો,મુજ કાજળમાં કંઈ એ કરતો;

બસ, એ જ હતો નકી સૂચવતો,મુજ આ સ્થિતિ ને તુજ એ સ્થિતિ , ઓ!મળવું, મળવું હજુ ત્હોય અહો !

તુજ નામ વદે સહુ લોક અહીં,પણ શ્યામ પડ્યા બહુ ડાઘ તહીં;દિલ ભાગી બને સુણી એ સઘળે,ધરણી પર માગ મને ન મળે.

તુજ જાણીતી કો મુજને ન ગણે,પછી વાત હજાર બુરી જ કરે;દિલ એ સુણી કમ્પી ચીરાઈ બળે,મુજ વ્હાલ થયું ક્યમ તું ઉપરે ?

ક્યમ આમ જડ્યો દિલમાં તું સખે !જખમો ક્યમ આમ જડાઈ કરે?

નવ ભાન ત્હને !નવ ભાન મને !

ક્યમ ત્હોય પુકાર કરે દિલ છે;'મળવું, મળવું મરતાં ય? સખે!'

છુપી બે પલમાં તુજ હું થઈ છું.છુપી એકલી આજ અહીં હું રડું;તુજ સોગન વ્યર્થ બધા ય ગણું.

અરરે! પણ જો તુજને હું મળું,હજુ કેવી રડું ? હજુ કેવી રડું?દુ:ખી એ ક્યમ દૂર વિચાર કરૂં?મળવું, મળવું હજુ એ મળવું !

Comentarios

Cargando comentarios…