૮. વંશપાળ અને યમરાજ

તાર્કિક બોધ

જે જે કીધું જગદિશે, જન સુખ સારૂં જાણ;અણસમજે અકળાઈને, ઉરમાં રોષ ન આણ. ૧.સવળ વિચારી સમજિયે, તે પ્રભુકૃત્ય તમામ;રાજી રહિયે રાત દિન, દિલમાં દલપતરામ. ૨.અઢારસે ને બાસઠ્યો, માર્ચ માસમાં આમ;નિજમન કલ્પિત આ કથા, રચિ છે દલપતરામ. ૩.

અરે અપરાધી, ખાધી ખોટ તેં ઉપાધી સાધીઠગવા લોકોને કામ કીધું જે ઠગાઈ નું;

જરૂર આ વાત તું તારા જીવમાં તું જાણી લેજે;કહે દલપત ફળ દેખીશ કમાઈ નું;છુપાવી છુપાવી છળકપટથી કીધું છેક,લંપટ તે કામ લાંચ, ચોરી ને લુચ્ચાઈનું;નથી મળ્યો નર પૂછનાર નર લોકમાં તો,પરલોકમાં તો નથી રાજ પોપાંબાઈનું. ૧

Comments

Loading comments…