મિથ્યાભિમાન

MITHYABHIMAN : A drama of प्रहसन typeWritten by Kavishwar Dalpatram DahyabhaiEdited by Dr. Ramesh M. TrivediPublished by Adarsh Prakashan, Gandh Road, Ahmedabad 380 0012016

ISBN 978-93-83767-47-2

આ સંપાદન ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી દ્વારા ઇ. સ. ૧૯૨૨માંપ્રસિદ્ધ નવમી આવૃત્તિ ઉપરથી કરવામાં આવ્યું છે.

પ્રકાશકકૃષ્ણકાંત મદ્રાસીઆદર્શ પ્રકાશનસારસ્વત સદન, ગાંધી માર્ગ, બાલાહનુમાન સામે,અમદાવાદ 380 001❏પ્રથમ સંપાદિત આવૃત્તિ: 2003પ્રથમ પુનર્મુદ્રણ : 2004બીજું પુનર્મુદ્રણ : 2005ત્રીજું પુનર્મુદ્રણ: 2016❏સંપાદનના © સંપાદકનાપ્રકાશનના © પ્રકાશકના.❏₹ 120-00❏મુદ્રકશિવ ઓફસેટદૂધેશ્વર રોડ, અમદાવાદ 380 004

(એટલે પાત્ર આવ્યા પહેલાં ગાનારા ગાય છે તે.)--<૦>--રાગ બિહાગ."બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ-"એ રાગનું પદ છે.

મેલ મિથ્યા અભિમાન, મનવા મેલ મિથ્યા અભિમાન;મન મિથ્યા અભિમાન ધરે તે, નર કહીએ નાદાન, મનવા૦ - ટેક.

મિથ્યાભિમાને માન મળે નહિ, ગને ન કોઇ ગુણવાન;ઉલટું અધિક અપમાન મળે ને, જરૂર ઉપજે જાન - મ૦ ૧

મિથ્યાભિમાન તે દુઃખનુંજ મંદિર, સુખનું નથી રે સંસ્થાન;નથિ નથિ તેમાં સ્વાદ કે શુભ ફળ, નથિરે ધનનું નિધાન - મ૦ ૨

માટે તું મિથ્યા માન મૂકીને, કર ગોવિંદગુણ ગાન;તત્ત્વ વિચારી તારા હિતનું કહું તે, કથન ધરી લે કાન - મ૦ ૩

નમ્રપણા રૂપી નિર્મળ જળમાં, સ્નેહ સહિત કર સ્નાન;તેના પ્રતાપથી તારા અંતરમાં, પ્રભુની પડશે પિછાન - મ૦ ૪

મિથ્યાભિમાનનું મૂરખ થઈને, તું નવ રાખીશ તાન;મિથ્યાભિમાનથી મહા પ્રભુ તને, દેશે નહિ સુખદાન - મ૦ ૫

માન મૂકીને માન કહ્યું તો, ઘર હરિપદનું ધ્યાન;સારમાં સાર તો તેથી નથી બીજું, સંસારમાં તે સમાન - મ૦ ૬

માન રૂપી વિષપાન તજીને, કર પ્રભુગુણ પયપાન;મિથ્યાભિમાનમાં મોહિત થઇને, તું ન કરીશ તોફાન- મ૦ ૭

નમ્રપણા પર નિશદિન તારૂં, કર તન ધન કુરબાન;ભોળપણાથકી ભ્રમિત થઇને, ભૂલીશ નહિ કદિ ભાન - મ૦ ૮

નમ્રપણા થકી નાથ રિઝે એમ, કહે છે પુરાણ કુરાન;મિથ્યાભિમાન તો મહાભયંકર, સળાગતું છે સમશાન - મ૦ ૯

મિથ્યાભિમાનિના મનમાં ભલે કદી, ગમે તેવું હોય જ્ઞાન;તોપણ તેને તૃણની જ તુલ્યે, જાણે છે સકળ જહાન - મ૦ ૧૦

મિથ્યાભિમાનનું મૂળમાંથી કદી, થાય ખેદાન મેદાન;દશમુખ, દુરજોધન, આદિકનું, સૃષ્ટિમાં ન રહ્યું સંતાન - મ૦ ૧૧

નમ્રપણામાં નિત્ય રહે નર, મનાય એજ મહાન;નમ્રપણા થકી નિર્ભય પદનો, જગપતિ થાય જમાન - મ૦ ૧૨

મિથ્યાભિમાનથી મુઆ કમોતે, ખાનખાનાં સુલતાન;મિથ્યાભિમાની માણસ મનમાં, હઠ ધરી થાય હેરાન - મ૦ ૧૩

મિથ્યાભિમાન તો મુઆ પછી પણ, નરકનું જાણ નિશાન;

જુના ગ્રથોમાં જુઓ તપાસીને, અનેક છે આખ્યાન - મ૦ ૧૪

Comments

Loading comments…